પાંપણને સરનામે આવ્યું રેશમ તેડું !
ના પર્વત ના સાગર
હું તો સપનાં ખેડું !
ઊંડે ઊંડે એ દ્રશ્યે મૂળિયાં છે નાખ્યાં,
ગામ, કૂવો, પનિહારી, ગીતો
. છલકે બેડું
શ્વાસ - સજાવ્યા છે ને આ ઇજન પણ આપ્યું,
તું આવે તો યાદોના હું આંબા વેડું
હાલ-હમણાં, ના ગોકીરાથી ત્રસ્ત નથી હું,
મોકો શોધી ગઇ - ગુજરીની સિતાર છેડું!
બોલો, ક્યાંથી ભાળ મળે મુજ મુગ્ધ પળોની?!
બે ડગલાં, મારાથી આગળ છે ભાગેડું!
રોજ કળણમાં ઊંડે ખૂંપું છું પ્રશ્નોનાં,
થાય મને : સ્વજનોનું આ ઋણ (?) ક્યારે ફેડું?
બકુલેશ સદા દિલ્હી તુજ આઘે ને આઘે,
જીરણ, જર્જર વાહન, મારગ ને હાંકેડુ