ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.ઘડીમાં મનાવું, ખરાં છો તમે.
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.