|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
kari to jo!!!
લાવ, તારો હાથ આપી જો મને તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.
પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું લે, ઉખેડી કે ઉથાપી જો મને.
તું નસેનસમાં વહે છે રક્તવત કોઇ પણ છેડેથી કાપી જો મને.
આભને પણ હું નયનમાં સંઘરું જો ઉઠાવી આંખ માપી જો મને.
આમ તો હું કોઇની જડતો નથી મન કરીને સ્થિર જાપી જો મને.
- ત્રિલોક મહેતા
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
આહા એટલે આહા એટલે આહા
हमनें तुमको चाहा
. આહા.
ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે આહા ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ
.સ્વાહા
આહા એટલે આહા એટલે આહા
हमनें तुमको चाहा
. આહા.
સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા રાતની એકલતામાં ગાયા કરવા ગીતો
. મન-ચાહા
આહા એટલે આહા એટલે આહા
हमनें तुमको चाहा
. આહા
mukul choksi
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
papan ne sarname resham -tedu
પાંપણને સરનામે આવ્યું રેશમ તેડું ! ના પર્વત ના સાગર
હું તો સપનાં ખેડું !
ઊંડે ઊંડે એ દ્રશ્યે મૂળિયાં છે નાખ્યાં, ગામ, કૂવો, પનિહારી, ગીતો
. છલકે બેડું
શ્વાસ - સજાવ્યા છે ને આ ઇજન પણ આપ્યું, તું આવે તો યાદોના હું આંબા વેડું
હાલ-હમણાં, ના ગોકીરાથી ત્રસ્ત નથી હું, મોકો શોધી ગઇ - ગુજરીની સિતાર છેડું!
બોલો, ક્યાંથી ભાળ મળે મુજ મુગ્ધ પળોની?! બે ડગલાં, મારાથી આગળ છે ભાગેડું!
રોજ કળણમાં ઊંડે ખૂંપું છું પ્રશ્નોનાં, થાય મને : સ્વજનોનું આ ઋણ (?) ક્યારે ફેડું?
બકુલેશ સદા દિલ્હી તુજ આઘે ને આઘે, જીરણ, જર્જર વાહન, મારગ ને હાંકેડુ
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|
|
| |
|
|
|
apni marjhi ke
अपनी मरzई से कहाँ अपने सफर के हम हैं रुख हवाओं का जिधर का है उधर के हम हैं
पहले हर चीज़ थी अपनी मगर अब लगता है अपने ही घर में किसी दुउसरे घर के हम हैं
वक़्त के साथ है मिट्टी का सफर सदियों तक किसको मालुउम कहाँ के हैं किधर के हम हैं
चलते रहते हैं की चलना है मुसाफिर का नसीब सोचते रहते हैं की किस राहगुज़र के हम हैं
निदा फ़ाज़ली
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
aa te kevi vaat?
તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું
મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ ને આમ તમે આંખોને કરી દીધી અંધ તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.
હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી અછાંદસ જેવો છે આપણો આ પંથ ને એનું તે નામ તને છંદ રાખ્યું
panna naik
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
aav tu!!!!
સૂની પડેલી સાંજને આવી સજાવ તું ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું
જો શક્ય હો તો આંખની સામે જ આવ તું શાને કરે છે આંખમાંથી આવજાવ તું
હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું
આ એ જ સપનું જે મને રાતે જગાડતું કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું
પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું
ankit trivedi
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
naam naa do
વ્હાલપને નામ નવ દઇએ ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ
આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી કોરો તે કાગળ આમે કહીએ
કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી આંસુથી પત્તર ભીંજવીએ
સુરજથી દાઝેલી વેણુંને એમ સખી વર્ષાની વાત કેમ કરીએ વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે દરિયો
..
દરિયાનું નામ નવ દઇએ હો સખી, દરિયાનું નામ નવ દઇએ
આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી કોરો તે કાગળ આમે કહીએ
અમથી વહે જો કદી હવાની લહેરખી તો વૈશાખી વાયરો ન કહીએ માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો વાયરાનું નામ નવ દઇએ
meghnad bhatt
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
ek ekela is shaher main
આયનાની ભીતરમાં ફૂટેલા માણસને પૂછી શકો તો જરી પૂછો, કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી લૂછી શકો તો જરી લૂછો.
લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર કેમ કરી જીરવ્યા જીરવાય નહીં. એકાકી વાંસળીની વેદનાના પડછાયા કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ સૂંઘી શકો તો જરી સૂંઘો.
ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી એ પથ્થરિયા સમણાંની વારતા. ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં અત્તરિયા કોઇ નથી આવતા.
દ્રષ્ટિ વિનાની કોઇ ખાલીખમ આંખોમાં ફરકી શકો તો જરી ફરકો.
gaurang divetia
|
|
| | |
|
|
|
|
|
|
|
| |
|
|
|
tara vina shyam ........
એક વિના મ્હને એકલું લાગે, હોય અનેક ગણી વર્ષા તોયે, ચાતક તો એનું બિન્દુ જ માગે. એક વિના મ્હને એકલું લાગે.
રૂપની રેખા ભલે રણકે, કોઇ નેપૂર નાદ ભલે છણકે, તન ભલે તલસાટ કરે પણ મનની મોસમ જાગી ન જાગે. એક વિના મ્હને એકલું લાગે.
દિલ દઝાડીને જાય કો વેરી, એનીયે ઓછપ લાગે અનેરી, પ્રાણ પંખી એને ઝંખીને થાકે, લોચન કેરી ના લોલુપ ભાંગે એક વિના મ્હને એકલું લાગે.
રૂપ ને રંગની હોય બિછાવટ, હોય ભલે શણગાર સજાવટ, ધન ભલે, વાહન ભલે, છોને નીત ઝૂલે આંગણ ઐરાવત, મનને માંગ્યું જો મન મળે નહિ, કંઠ કોકિલાનો જાગે ન કાગે, એક વિના મ્હને એકલું લાગે.
avinash vyas
|
|
| | |
|
|
|
|
|